ગીર સોમનાથનાં જામવાળાનાં જંગલ વિસ્તારમાં સિમ શાળાએ જતી મહિલા શિક્ષિકાની બે બાઈક સવારોએ છેડતી કરતા ખેડૂતોએ બંને આરોપીને ઝડપી પોલીસ હવાલે કર્યા.
ઘાટવડ ગામે આવેલી ચકદળ સિમ શાળાનાં આ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મહિલા શિક્ષિકા અહીંનાં અવાવરૂ એવા જંગલનો 3 કિલોમીટર નો રસ્તો પસાર કરી શાળાએ પહોંચે છે.મહિલાએ પોલીસને આપેલા નિવેદન મુજબ આજે મહિલા શિક્ષિકા નો ઉત્તરાખંડના શીખ શખ્સે ઘાટવડ થી બાઈક પાછળ પીછો કર્યો જ્યારે અન્ય એક શખ્સ સુમશામ રસ્તા પર બાઈક લઈ ઉભો હતો.થોડી વાર બાદ સુમશામ રસ્તા પર શીખ શખ્સે મહિલા ની બાઈક આગળ બાઈક આડી કરી રોકી દેતા શિક્ષકા રાડા રાડ થઈ હતી અને આસપાસનાં વાડી વિસ્તારનાં ખેડૂતો ભેગા થઈ જતા શિક્ષિકાનો આબાદ બચાવ થયો હતો.આ બંને શખ્સોને પકડી પોલીસ હવાલે કર્યા હતા.
કોડીનાર પોલીસે મહિલા શિક્ષિકાનાં નિવેદન મુજબ બંને શખ્સોની અટકાયત કરી હાલ જેલ હવાલે કર્યા છે.આ બંને આરોપી પૈકી એક શખ્સ જે પીછો કરી શિક્ષિકાનાં સ્કુટર આગળ જઇ એક્ટિવા રોકાવી છેડતી કરી તે શખ્સ ઉત્તરાખંડનો રહેવાસી રવિસિંઘ સરદારજી છે અને તે અહીં જેસીબી ચલાવવવાનું કામ કરી રહ્યો છે.જ્યારે બીજો શખ્સ કોડીનારનાં કાજ ગામનો રહેવાસી છે.તેનું નામ કચરો છે.જે અહીં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરી રહ્યો છે.હાલ પોલીસે બન્નેની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.
સિમ શાળામાં સર્વિસ કરતી મહિલા શિક્ષિકા સાથે થયેલા આ ગેરવર્તન ને લઈ લોકોમાં એક પ્રશ્ન ઉઠ્યો છે કે, શુ સિમ શાળા મહિલા શિક્ષકો માટે જોખમી બની છે ?જી હા સિમ શાળા મહિલા શિક્ષકો માટે કઈ રીતે જોખમી બની છે તે જોઈએ...
જામવાળા ગીરથી 4 કિલોમીટર દૂર અવાવરૂ અને જંગલ જેવા વિસ્તારમાં આ સિમ શાળા આવી છે.શાળાએ જવાનો કાચો રસ્તો 3 કિલોમીટર લાંબો સુમસામ અને અવાવરૂ છે.અહીં જંગલી જાનવરોની અવર જવર પણ રહે છે.જેથી કોઈ એકલ દોકલ વ્યક્તિ માટે પણ આ રસ્તો જોખમી છે.ત્યારે અહીંથી પસાર થવું મહિલાઓ માટે ખતરનાક છે. કારણ કે આ રસ્તા પર ખેડૂતો સિવાય અન્ય કોઈ અવર જવર પણ કરતું નથી.ત્યારે શાળાનાં બાળકો અને મહિલા શિક્ષકો માટે તો આ સિમ શાળા જોખમી ગણી શકાય.તેવું સ્થાનિકો કહી રહ્યા છે.ત્યારે છેડતીના આ બંને આરોપી પોલીસ સ્ટેશનમાં જાણે બગીચામાં મહાલી રહ્યા હોય તેમ આંટા ફેરા મારતા જોવા મળી રહ્યા છે.ત્યારે પોલીસ આવા ગુનેગારોને છાવરતી હોય તેવી લાગણી લોકો અનુભવી રહ્યા છે.
0 ટિપ્પણીઓ: