માળીયા હાટીના માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઇ

Live Viewer's is = People

માળીયા હાટીના માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઇ.



માળિયા હાટીના માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી અને શ્રીકાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જગતના તાત ખેડૂત વર્ગના લોકો માં આનંદની લાગણી ફેલાઈ હતી. સવારથી જ લોકો બફારાને કારણે અકળામણ અનુભવ કરી રહ્યા હતા ત્યારે વાતાવરણ મા અચાનક પલટો આવ્યો હતો અને એક જ કલાક મા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. રસ્તા ઓ પર રીતસર પાણી વહી નિકળ્યા હતા, નાના ભુલ્કાઓને પ્રથમ ઇનિંગ્સમાં વરસેલા વરસાદે મજા કરાવી હતી. 

રીપોર્ટ : મહેશ કાનાબાર, માળીયા હાટીના 




Post a Comment

0 Comments

close