તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કચ્છ : બેસતા વર્ષના સ્નેહમિલનમાં છલકાયો ભાઈચારો, 50 વર્ષ જૂના સંબંધો ફરી થયા તાજા!

— જાહેરાત (Google AdSense In-Article Top) —

Happy New Year, The News Times


જગદીશ પી.દવે | દેશલપર (ગુંતલી) : આધુનિક ટેક્નોલોજીના સમયમાં તહેવારોની શુભેચ્છાઓ મોબાઇલના એક ક્લિકથી મોકલાઈ જાય છે, પરંતુ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ સંબંધોની સાચી ઉષ્મા જાળવી રાખતી એક અનોખી પરંપરા જીવંત છે. દિવાળીના નવા વર્ષ એટલે કે બેસતા વર્ષના દિવસે એકબીજાને રૂબરૂ મળવું, વડીલોના આશીર્વાદ લેવા, મિત્રો અને સ્નેહીજનોને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવવી અને જૂની યાદોને તાજી કરવી. આ પરંપરા કચ્છના ગામડાંઓમાં માત્ર તહેવારની ઉજવણી નહીં, પરંતુ સામાજિક એકતા અને સંસ્કારનો ઉત્સવ બની રહી છે.

કોઈ સ્વાર્થ નહીં, કોઈ અપેક્ષા નહીં... માત્ર રૂબરૂ મુલાકાત, હળીમળીને શુભેચ્છાઓ અને લાગણીઓનો અનોખો ઉત્સવ!

બેસતા વર્ષના દિવસે ગામડાંઓમાં સવારથી જ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળે છે. લોકો નવાં વસ્ત્રો ધારણ કરી પરિવારજનો, સગાંસંબંધીઓ, મિત્રો, પડોશીઓ અને વડીલોના ઘરે મુલાકાતે નીકળે છે. 'રામ રામ', 'જય શ્રીકૃષ્ણ', 'જય માતાજી' અને 'સાલ મુબારક' જેવા અભિવાદન સાથે એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ મિલન પાછળ કોઈ સ્વાર્થ કે ઔપચારિકતા નહીં, પરંતુ વર્ષો જૂના સંબંધોને વધુ ગાઢ બનાવવાની નિખાલસ ભાવના હોય છે.

આ વર્ષે દેશલપર (ગુંતલી)માં પણ આ લોકપરંપરા ની સુંદર તસવીરો સામે આવી હતી. ખાસ કરીને અંદાજે 45થી 50 વર્ષ જૂની હિન્દુ-મુસ્લિમ ભાઈબંધીને જીવંત રાખતા હાજી અબ્દ્રેમાન (ફફાભાઈ) અને સોની રસિકભાઈનું આત્મીય મિલન કોમી એકતાનો પ્રેરણાદાયી સંદેશ આપી ગયું હતું. ધર્મ અને સમાજની સરહદોથી ઉપર ઊઠીને વર્ષોથી જળવાયેલા આ સંબંધો કચ્છની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરે છે.

આ ઉપરાંત ઢોરડોના વડીલ નભણ મુતવા અને ડૉ. દાદુજી રાઠોડની સ્નેહભરી મુલાકાતે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આવી મુલાકાતો નવી પેઢીને સંબંધોનું મહત્ત્વ સમજાવતી જીવંત શીખ સમાન છે.

Happy New Year, The News Times


કચ્છી ભાષામાં કહેવાય છે કે, 'અજ વ ડો ડી આય મલ ણુ પે યાર...' એટલે કે આજે મોટો દિવસ છે, તો મળવું તો જોઈએ જ. આ એક પંક્તિમાં જ કચ્છના લોકોની આત્મીયતા અને સંબંધો પ્રત્યેની લાગણી સમાયેલી છે.

ખરેખર, સમયની સાથે જીવનશૈલી બદલાઈ રહી છે, પરંતુ કચ્છનાં ગામડાંઓમાં જળવાયેલી આ પરંપરા સાબિત કરે છે કે ટેક્નોલોજી સંદેશો પહોંચાડી શકે, પરંતુ રૂબરૂ મુલાકાતથી મળતી લાગણી અને આત્મીયતાનું સ્થાન ક્યારેય લઈ શકતી નથી. બેસતા વર્ષના આ સ્નેહમેળા કચ્છની સામાજિક એકતા, પરસ્પર સન્માન અને ભાઈચારાના વારસાને આવનારી પેઢી સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે.

#HappyNewYear #LeatesNews #BreakingNews

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ