જગદીશ પી. દવે | દેશલપર (ગુંતલી) : નવરાત્રિના પાવન પર્વે અંજાર ખાતે ભક્તિ, જ્ઞાન અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. જાણીતા ધારાશાસ્ત્રી અને કથાકાર શ્રી દિનેશભાઈ રાવલના નિવાસસ્થાને સાધકો માટે વૈદિક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્સંગ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત રવિ ભાણ સંપ્રદાયના સાધકોને આત્મજ્ઞાની દિલીપભાઈ ઠક્કર લિખિત આધ્યાત્મિક પુસ્તક ‘સત્યના સંગાથે’ અર્પણ કરવામાં આવ્યું હતું.
નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની આરાધના અને આધ્યાત્મિક ચિંતનના પવિત્ર માહોલમાં યોજાયેલા આ સત્સંગે જ્ઞાન અને સદવિચારના પ્રસારનો સુંદર સંદેશ આપ્યો હતો. સત્સંગ પૂર્ણ થયા બાદ પુસ્તક અર્પણ કરીને સાધકોને આધ્યાત્મિક સાહિત્યના વાંચન અને આત્મચિંતન તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આજના આધુનિક યુગમાં આધ્યાત્મિક સાહિત્યનું વાંચન વ્યક્તિને જીવનમૂલ્યો, સદવિચાર અને આત્મજ્ઞાન તરફ દોરી જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ‘સત્યના સંગાથે’ પુસ્તકનું અર્પણ માત્ર પુસ્તકની ભેટ નહીં, પરંતુ જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ વહેંચવાનો સુંદર પ્રયાસ બની રહ્યો હતો.
નવરાત્રિના પાવન પર્વે સત્સંગની સરવાણી સાથે ‘સત્યના સંગાથે’નો સંદેશ!
આ પ્રસંગે જાણીતા ધારાશાસ્ત્રી અને કથાકાર દિનેશભાઈ રાવલ, કપિલ શાસ્ત્રી, આત્મજ્ઞાની દિલીપભાઈ ઠક્કર, નવીનભાઈ જોબનપુત્રા, મહેન્દ્રભાઈ કોટક, સામજીભાઈ તથા ભગવાનજીભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
રવિ ભાણ સંપ્રદાયના સાધકોને આત્મજ્ઞાની દિલીપભાઈ ઠક્કર લિખિત આધ્યાત્મિક પુસ્તક અર્પણ કરાયું
નવરાત્રિના પ્રથમ નોરતે વૈદિક સત્સંગ અને આધ્યાત્મિક પુસ્તકના અર્પણ દ્વારા ભક્તિ સાથે જ્ઞાનનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ વિશેષ પ્રેરણાદાયી બન્યો હતો.


0 ટિપ્પણીઓ: