તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજ : આજે ‘બેક ટુ સ્કૂલ : ફેઝ-૨’નો વિશેષ કાર્યક્રમ, શિક્ષણથી વંચિત બાળકોને મળશે શૈક્ષણિક કિટ

— જાહેરાત (Google AdSense In-Article Top) —
The News Times


રોહિત પઢિયાર | ભુજ : શહેરમાં આજે તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ ‘વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત ‘બેક ટુ સ્કૂલ : ફેઝ-૨’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી અભ્યાસ સાથે જોડવા તેમજ શાળા છોડ્યા બાદ પુનઃપ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાશે.
The News Times


જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજ દ્વારા આયોજિત મુખ્ય કાર્યક્રમ બપોરે ૩:૩૦ કલાકે ભુજની કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલય ખાતે યોજાશે. કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ, કચ્છ જિલ્લાના ધારાસભ્યો, શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો હાજરી આપશે.

કાર્યક્રમ દરમિયાન અભ્યાસથી વંચિત રહેલા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવશે. શિક્ષણના પ્રવાહથી કોઈ બાળક દૂર ન રહે અને તેને ફરી શાળામાં લાવી અભ્યાસની તક મળે તે દિશામાં કરવામાં આવેલી કામગીરીને પણ આ કાર્યક્રમમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શાળા છોડ્યા બાદ ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાઈ ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવશે.
The News Times


આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શાળાઓ, સંસ્થાઓ, કર્મચારીઓ અને અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવશે. તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપી અન્ય શાળાઓ અને સંસ્થાઓને પણ શિક્ષણ પ્રત્યે વધુ સક્રિય બનવાનો સંદેશ આપવામાં આવશે.

‘બેક ટુ સ્કૂલ : ફેઝ-૨’ની સાથે કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓની શાળાઓમાં સ્થાનિક સ્તરે વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા રજૂ કરશે. સ્થાનિક પદાધિકારીઓ, એસએમસી અને એસએમડીસીના સભ્યો તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં યોજાનારી આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પણ પ્રોત્સાહન મળશે.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ