તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

મીરઝાપર : વીજળીનો આંખમિચોળીનો ખેલ! રોજ 4-5 વખત પાવર કટથી ગ્રામજનો ત્રસ્ત, ધંધા-રોજગાર પર પણ અસર

— જાહેરાત (Google AdSense In-Article Top) —

The News Times


રોહિત પઢિયાર | ભુજ : ભુજ નજીક આવેલા મીરઝાપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની અનિયમિતતાએ ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, છેલ્લા એકાદથી બે મહિનાથી ગામમાં દિવસ દરમિયાન વારંવાર વીજળી બંધ થઈ જાય છે. અનેક દિવસોમાં ચારથી પાંચ વખત સુધી પાવર સપ્લાય ખોરવાતો હોવાના કારણે રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વીજળી ક્યારે જશે અને ક્યારે આવશે તેની કોઈ નિશ્ચિતતા ન રહેતા સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે.

વીજ પુરવઠાની વારંવારની અવરજવરથી મીરઝાપરના નાના વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. દુકાનોમાં વીજળી આધારિત સાધનો બંધ પડી જતાં વેપાર-ધંધાની કામગીરી અટકી જાય છે. ખાસ કરીને મેડિકલ સ્ટોર્સ માટે સતત વીજ પુરવઠો જરૂરી હોવાથી ફ્રિજ બંધ રહેતા કેટલીક દવાઓના સંગ્રહને લઈને પણ ચિંતા ઊભી થઈ રહી છે.

ગામમાં સિનિયર સિટીઝન, પથારીવશ વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ તેમજ નાના બાળકોને પણ વારંવાર વીજ કાપના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ વીજળી વારંવાર બંધ-ચાલુ થવાથી ટીવી, ફ્રિજ, કોમ્પ્યુટર, પંખા સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાની શક્યતા પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. જો કોઈ ઉપકરણમાં નુકસાન થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ હવે ચર્ચાઈ રહ્યો છે.

ગ્રામજનોનું કહેવું છે કે જો વીજ લાઇનમાં વારંવાર ફોલ્ટ સર્જાતો હોય તો PGVCL દ્વારા તેનું કાયમી નિરાકરણ લાવવાની જરૂર છે. માત્ર કામચલાઉ રિપેરિંગથી સમસ્યા દૂર થતી ન હોવાથી લાંબા ગાળાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી રોજબરોજ વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો હોવા છતાં સમસ્યાનું કાયમી સમાધાન કેમ થતું નથી તે અંગે પણ ગ્રામજનોમાં સવાલો છે.

આ સમગ્ર મામલે મીરઝાપર ગ્રામ પંચાયત અને સંબંધિત વીજ તંત્ર દ્વારા સમસ્યાની ગંભીરતા સમજીને તાત્કાલિક તપાસ કરી વીજ પુરવઠો નિયમિત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ગ્રામજનો હવે આશા રાખી રહ્યા છે કે વારંવાર થતી વીજળીની આંખમિચોલીમાંથી તેમને કાયમી રાહત મળશે અને જવાબદાર તંત્ર અસરકારક કામગીરી કરશે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ