તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કચ્છના વાગડમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાઃ છ લોકોના હાથ ઉકળતા તેલમાં ઝબોળાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —



વિજ્ઞાન ક્યાંથી ક્યાં પહોંચી ગયો આપણા દેશમાં અંધશ્રદ્ધા હજી યથાવત છે, અને આ છે અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા 


રાપરના ગેડી ગામમાં સત્યના પારખા કરવા જમાઈએ સસરા સહિત 6 વ્યકિતના હાથ ઉકળતા તેલમાં નખાવ્યા

કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો એક કિસ્સો સામે આવ્યો છે. રાપરના ગેડી ગામે અંધશ્રદ્ધાના કારણે જમાઈએ અન્ય શખ્સો સાથે મળી તેના સસરા અને અન્ય પાંચ લોકોના હાથ ઉકળતા તેલમાં નખાવતા ચકચાર મચી છે. 6 લોકો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. તો બીજી તરફ આ મામલે પોલીસમાં જાણવાજોગ દાખલ કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે.


પત્ની પિયરે ગયા બાદ ગુમ થઈ ગયા બાદ પિયરિયાઓએ જ ભગાડી દીધાનો વહેમ રાખી કૃત્ય આચર્યું

આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના હમીરપર ગામની નજીક આવેલી ભક્તિ વાંઢની કન્યાના લગ્ન ગેડી ગામે રત્ના કાના કોળી સાથે સમાજના રીતિ રીવાજ મુજબ થયા હતા. પરંતુ બે માસ પહેલા જમાઈ સાથે  પિયર આવેલી દીકરી જમાઈના ગયા બાદ થોડા દિવસમાંજ ગુમ થઈ ગઈ હતી. જે અંગે બન્ને પક્ષના લોકોએ તપાસ કરી હતી, પરંતુ પરિણીતાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ અંગે બન્ને પક્ષે વાદ વિવાદ ચાલી રહ્યો હતો દરમ્યાન ગઈકાલે જમાઈ સહિત સાસરા પક્ષના કુલ 9 લોકો દ્વારા પિયર પક્ષના સસરા હીરા ધરમશી કોળી સહિત કુલ 6 વ્યક્તિને સમાધાન કરવા ગેડી ગામે બોલાવ્યા હતા ત્યાંથી નજીક આવેલા માતાજીના મંદિરે લઈ જવાયા હતા. 



બન્ને પક્ષના લોકો મંદિરે પહોંચ્યા બાદ જમાઈ દ્વારા સસરા પક્ષના લોકો પર વહેમ રાખી મારી પત્નીને તમે ભગાડી મૂકી છે અથવા વેચી દીધી છે એવું કહેવાયા બાદ જો આમ ના કર્યું હોય તો પહેલાથી તૈયાર રાખવામાં આવેલા તેલના ગરમ કડેયામાં હાથ નાખવાનું કહેવામાં આવ્યું હતું તેમ કરવામાં ના આવતા ધોકા લાકડી સહિતના હથિયારો સાથે ધાકધમકી કરી સસરા પક્ષના છ લોકોના હાથ ગરમ તેલમાં નખાવ્યા હતા. આ ઘટનાને પગલે તમામ છ લોકોના હાથ બળી જતા રાપર સરકારી દવાખાને આજે સારવાર માટે આવતા પોલીસમાં જાણ કરાઈ હતી. પોલીસે હીરા ધરમશી કોળીના નિવેદન પરથી હાલ જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.



દરમ્યાન રાપર પીઆઇ પીએન ઝીંઝુવાડિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જાણવા જોગ અને ફરિયાદી દ્વારા હાલ ઘટનાની ફરિયાદ લખવાનુ ચાલુમાં છે ફરિયાદ દાખલ થયા બાદ આરોપીઓને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

અહેવાલ : ગની કુંભાર, ભચાઉ 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ