તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ધોરડો ખાતેથી ઇ-શિલાન્યાસ વિધિ સંપન્ન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ધોરડો ખાતેથી ઇ-શિલાન્યાસ વિધિ સંપન્ન



ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા કચ્છની સરહદે મોટા રણમાં ધર્મશાળા પાસે દુનિયાનું સૌથી મોટું 30 GWનું હાઈબ્રિડ પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્કનું ઇ-શિલાન્યાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું. કચ્છના ધર્મશાળા પાસે ૭૨,૬૦૦ હેકટરમાં ફેલાયેલા આ ઊર્જા પાર્કમાં પવન, સૌર અને ઊર્જા સંગ્રહ માટે એક સમર્પિત હાઇબ્રીડ પાર્કનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધોરડો ખાતેથી શિલાન્યાસની તકતીનું અનાવરણ કર્યું હતું.



વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લેવાયેલા ૪૫૦ GW વીજળી ઉત્પાદનના લક્ષ્યને ૨૦૩૦ સુધીમાં પૂર્ણ કરવાના ભાગરૂપે ૩૦ GWના હાઇબ્રિડ એનર્જી પાર્કની આધારશીલા ધર્મશાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં રખાઇ હતી. આ વેળાએ ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ  આ ક્ષણને વધાવી લીધી હતી.



ધર્મશાળા મધ્યે આયોજિત કાર્યક્રમમાં કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર સામાજિક અંતર જાળવીને સિમિત સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ જી.એસ.ઈ,સી.એલ. ના મેનેજીંગ ડિરેક્ટર એમ. પ્રસન્ન, જી.એસ.ઈ,સી.એલ. ના પૂર્વ એક્સિક્યુટીવ ડાયરેક્ટર એચ. એન. બક્ષી, જી.એસ.ઈ.સી.એલ. ના પ્રોજેક્ટ ચીફ એન્જિનીયર વાય.ડી. બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. 



આ પ્રસંગે ધર્મશાળા મધ્યે ખાસ ફરજ પરના અધિકારી અને ગીર સોમનાથ જિલ્લાના પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર, નખત્રાણા મામલતદારશ્રી વી.કે. સોલંકી, પીજીવીસીએલના એક્ઝીક્યુટીવ એન્જિનીયર શ્રી એમ.કે. વોરાએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મનન ઠક્કર દ્વારા કરાયું હતું.

 





સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ