ધોરડો હેલીપેડ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામા આવ્યું
મુખ્યમંત્રીશ્રી
વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યોની
ઉપસ્થિતિ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કચ્છના વિવિધ વિકાસ કામોના
ભૂમિપૂજન અર્થે એક દિવસની કચ્છની મુલાકાતે પધાર્યા છે ત્યારે ધોરડો હેલીપેડ ખાતે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉષ્માભર્યુ
સ્વાગત કર્યુ હતું.
આ ઉપરાંત
અગ્ર મુખ્ય સચિવશ્રી કે. કૈલાશનાથન,
ચીફ પ્રોટોકોલ ઓફીસરશ્રી જવલંતભાઇ ત્રિવેદી, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.,
પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંહ, ધોરડો સરપંચશ્રી મીંયાહુસેન વગેરે હાજર
રહી વડાપ્રધાનશ્રીને આવકાર્યા હતા.
આ પૂર્વે ભુજ એરપોર્ટ ખાતે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્ય સચિવશ્રી
અનિલ મુકીમ,
એર કોમોડોરશ્રી મલુક
સિંઘ (વી.એસ.એમ.) ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયા, કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ સ્વાગત
કર્યું હતું.






0 ટિપ્પણીઓ: