ભચાઉ તાલુકાના નંદગામને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર
ભચાઉ તાલુકાના નંદગામના ખટારીયા વાસમાં રાજેશ ગેલા ખટારીયાના ઘરથી નારણ કાના
ખટારીયાના ઘર સુધીને તા.૨૯/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા
છે.
આ
વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ
મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક
ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ
જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ
સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ નાયબ કલેકટર અને
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.

0 ટિપ્પણીઓ: