અબડાસાના વધુ ૩ વિસ્તારોનેમાઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અબડાસા તાલુકાના મુખ્ય મથક નલીયાની એવરેસ્ટ કોલોનીને તા.૧/૧૦ સુધી, અબડાસા તાલુકાના નલીયાની સિધ્ધેશ્વર નગરને તા.૧/૧૦ સુધી, અબડાસા તાલુકાના નલીયાના દામા એપાર્ટમેન્ટની પાછળના વિસ્તારને તા.૧/૧૦ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું અબડાસા-કચ્છ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.ઝાલા દ્વારા ફરમાવેલ છે.

0 ટિપ્પણીઓ: