પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ૭૦ શહેરોમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઈ-લોન્ચિંગ કર્યુ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને આજરોજ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૭૦ શહેરોમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઈ-લોન્ચિંગ કર્યુ હતું. વડાપ્રધાનશ્રીને જન્મદિનની શુભકામના પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે, દેશના અને રાજયના ઈતિહાસમાં પ્રથમવાર મહિલાઓના હુન્નર-ગૃહ ઉધોગોને સહાય આપી આત્મનિર્ભર ભારતમાં ગુજરાતના યોગદાનમાં મહિલા શકિતનો પ્રવાહ જોડવા આરંભ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, નારીને શકિત સ્વરૂપા ગણાવી મહિલાઓના સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખી રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશની આર્થિક સધ્ધરતામાં માથાદીઠ આવક વધારવામાં મહિલાઓને પણ આર્થિક રીતે સશકત કરવી અનિવાર્ય છે.
વ્યાજની ચુંગલ અને ટર્નઓવરના સંશોધનના
વિચારના પગલે ઉદભવેલી આ યોજનાથી ગરીબ, મધ્યમવર્ગની અને જરૂરતમંદ મહિલાઓને
આર્થિક ટેકો મળશે. કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક સ્થિતિમાં મહિલાઓનું
યોગદાન મહત્વપૂર્ણ બનશે. આ યોજના અંતર્ગત ૧૦ લાખ બહેનોને ૦ ટકા વ્યાજે લોન ધિરાણની
ક્રાંતિકારી પહેલ સરકારે કરી છે. જેના માટે સરકારે રૂ.૧૭૫ કરોડનું બજેટ ફાળવ્યું
છે.
આ યોજના અંતર્ગત રાજયના ગ્રામીણ ક્ષેત્રની ૫૦ હજાર અને શહેરી વિસ્તારની ૫૦ હજાર થઇ કુલ કુલ ૧ લાખ મહિલા જુથને ધિરાણ મળશે. ૧૦ મહિલાઓના જોઇન્ટ લાયબિલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપમાં ૧૮ થી ૫૯ મહિલા મંડળ બનાવાશે.રાજયકક્ષાની પાંચ બેંકો સાથે આ માટે એમઓયુ કરવામાં આવ્યા છે. કુલ ૧૧૯ પૈકી સરકારી, ગ્રામીણ, પ્રાઇવેટ બેંક, સહકારી ક્રેડીટ કો.ઓપરેટીવ મંડળીઓ, આરબીઆઇ માન્ય એમએફઆઇ અને અન્ય ધિરાણ સંસ્થાઓ આ યોજના સાથે સંકળાયેલ છે.આત્મનિર્ભર ભારતમાં ગુજરાત, રોલ મોડલ બને તેવા પ્રયાસો સરકાર કરી રહી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રીશ્રી
વિભાવરીબેન દવેએ આ તકે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીનો મહિલાઓ વતી ઋણ સ્વીકાર કરતાં
જણાવ્યું હતું કે, દેશમાં રાજયમાં ગુજરાતની મહિલાઓને વડાપ્રધાનશ્રીના જન્મદિને
મળેલી ભેટ છે. સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના કપરાકાળમાં મહિલાઓની આર્થિક
સધ્ધરતાની ચિંતા કરી છે. આ યોજનાનો દસ લાખ મહિલાઓને સીધો લાભ મળશે. મુખ્યમંત્રીશ્રીના
વિશ્વાસને સાબિત કરી મહિલાઓ રાજયના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના
કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે વૈશ્વિક લોકપ્રિય નેતા
નરેન્દ્રભાઇના જન્મદિને ૧ મીનીટ સૌને ઉભા કરી તાળીઓથી સલામી અપાવી કચ્છ પ્રત્યેના
તેમના પ્રેમનું ઋણ સ્વીકાર્યુ હતું. જન્મદિને સમગ્ર રાજયની બહેનોના શુભાશિષ
જણાવતાં તેમણે કહયું કે, મહિલાઓના જન્મથી લઇ જન્મદાત્રી બનવા
સુધીની દરેક યાત્રાની વિવિધ યોજનાઓના અમલથી મહિલા દિનની ચિંતા કરતી સરકારે કોરોના
બાદ આજે ફરી એકવાર આત્મનિર્ભર મહિલા યોજનાનો પ્રારંભ કર્યો છે. કોરોના કાળમાં
મહિલાઓના આર્થિક સશકિતકરણનું પ્રસંશનીય પગલું છે.
મંત્રીશ્રીએ તેમના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગ દ્વારા અપાતી મહિલા સહાયની વિગતો પણ આ તકે જણાવી હતી.ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે પ્રાસંગિક ઉદબોધનમાં તા.૧૪થી ૨૧મી સપ્ટે.૨૦૨૦ દરમ્યાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ઉજવાતા સેવા સપ્તાહના વિવિધ વિકાસ કાર્યોની રજુઆત કરી મહિલાઓને આજથી ભુજ અને ગાંધીધામ ખાતેથી પ્રારંભ આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.કાર્યક્રમની રૂપરેખા આપતા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી નીતિનભાઇ બોડાતે શહેરી અને ગ્રામ્ય મહિલાઓના વિકાસ યોજનાની વિગતે વિગતો પુડી પાડી હતી.
આ તકે મંચસ્થ મહાનુભાવો દ્વારા વિવિધ બેંક
દ્વારા જિલ્લાના કુલ ૧૨૩ ગ્રુપને મંજુરીપત્રોનું વિતરણ કરાયું હતું. તેમજ
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચાવી અર્પણ કરી હતી. આઇસીડીએસ કચેરી
ભુજ દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના સંદર્ભે વીડીયો ફિલ્મ રજુ કરાઇ હતી.
તેમજ વિધાર્થીની યશસ્વી ગોર અને ખલીફા જાકબ દ્વારા પ્રધાનમંત્રીશ્રીને જન્મદિનની
શુભેચ્છા પાઠવી હતી.
ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી લતાબેન
સોલંકીએ આ તકે આભારવિધિ કરી હતી. મહિલા અને બાળ કલ્યાણ કચેરી શાખા ભુજ અને
નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ
સોઢા,
અગ્રણી સર્વશ્રી કિરીટ વ્યાસ, સહદેવસિંહ, દેવરાજ ગઢવી, ભરતભાઇ રાણા, હર્ષદભાઇ ઠકકર, અશોકભાઇ હાથી તેમજ જિલ્લા વિકાસ
અધિકારીશ્રી પ્રભવ જોશી, ભુજ પ્રાંતશ્રી મનીષ ગુરવાણી તેમજ
મહિલા બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવે અને સ્વસહાય જુથ અને મંડળની મહિલાઓ તેમજ
વિવિધ બેંકોના મેનેજર અને ચેરમેન આ તકે ઉપસ્થિત રહયા હતા.
0 ટિપ્પણીઓ: