તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કોરોના વાયરસની અસર - આઈપીએલ ઘકેલાઈ ૧૮ દિવસ આગળ, જાણો નવી તારીખ

— જાહેરાત (Google AdSense In-Article Top) —
ipl2020


કોરોના વાયરસને કારણે આઈપીએલનુ વર્તમાન શેડ્યુલ હવે લગભગ બે અઠવાડિયા ખસતુ દેખાય રહ્યુ છે. પહેલા આ મહિનાની 29 તારીખે ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી હતી. પણ ફ્રેચાઈયોએ દર્શકો વગરના ખાલી સ્ટેડિયમમાં આ લીગનુ આયોજન કરવાની ના પાડી દીધી. ન ત્યારબાદ બીસીસીઆઈ અધિકારીઓએ નિર્ણય લીધો છે કે આ ટુર્નામેન્ટને લગભગ બે અઠવાડિયા માટે આગળ ટાળી દેવો જ શ્રેષ્ઠ છે. શનિવારે આઈપીએલની ગવર્નિંગ કાઉંસિલની મીટિંગ પછી બીસીસીઆઈ તેની સત્તાવાર પુષ્ટિ કરશે.

મતલબ હવે આઈપીએલનો નવો શેડ્યુલ રજુ થશે તો તેમા ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) મુકાબલાની સંખ્યા વધુ રહેશે. આ પહેલા આ વખતે આઈપીએલમાં ડબલ હેડર મુકાબલાની સંખ્યા ઓછી કરવામાં આવી હતી.

પણ આ ચેંજ પછી શરૂઆતના બે અઠવાડિયામાં આઈપીએલની જે મેચ થવાની હતી તેની ભરપાઈ માટે હવે 15 એપ્રિલ પછી અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ ડબલ હેડર મેચ કરીને તેની ભરપાઈ કરાશે.

દરમિયાન, દિલ્હી સરકારે પણ આજે સ્પષ્ટ કરી દીધું છે કે કોરોના વાયરસને કારણે દિલ્હીમાં આઈપીએલ મેચ પ્રેક્ષકો સાથે રહેશે નહીં. નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીના ભીડ મેળાવડા સહિતના તમામ ભીડભરી રમતગમતના કાર્યક્રમો રદ કરવામાં આવશે.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ