બ્રેકિંગ ન્યુઝ: કંડલામાં સામાન્ય બાબતે એક જ સમુદાયના બે જુથ્થો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું : બે વ્યક્તિનાં મોત,એકની હાલત ગંભીર.

Live Viewer's is = People

કંડલામાં સામાન્ય બાબતે એક જ સમુદાયના બે જુથ્થો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું થયું

બાઈક અથડાવા જેવી સામાન્ય ઘટના ના કારણે ઝઘડો થયો હતો. અને આ ઝઘડાએ વિકરાળ સ્વરુપ ધારણ કરી લિધો હતો. અને એકજ સમુદાયના બન્ને જુથો વચ્ચે ઘાતક હથિયારો ધીંગાણું થયું હતું. કંડલાના મિઠાપોર્ટ ખાતે આ હિચકારી ઘટના બનતા હાહાકાર મચી ગયો છે. બનાવની જાણ પોલિસતંત્રને થતાં એસ.પી., ડી.વાય.એસ.પી. સહીતના અધિકારીઓનો કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો. 


શા કારણે થયું ધિંગાણું ?

માહિતગાર સુત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે બપોરે મિઠાપોર્ટમાં સામસામે બાઈકની ટક્કર લાગવા  જેવી સામાન્ય ઘટનાના યુવાનો સામસામે આવી ગયા હતા અને ઝઘડો થયો હતો. અને ત્યારબાદ યુવાનોએ પોતપોતાના મિત્રોને બોલાવી લેતા આ ઝઘડાએ વિકરાળ સ્વરુપ ધારણ કરી લિધો હતો. અને એકજ સમુદાયના બન્ને જુથો વચ્ચે ઘાતક હથિયારો ધીંગાણું થયું હતું. આ સશસ્ત્ર ધિંગાણામાં બે જુથ નાં સાત જેટલા વ્યક્તિઓને ઈજાઓ થઈ છે. તો બીજીબાજુ બે વ્યક્તીઓના મોત થયા છે.જ્યારે એકની હાલત નાજુક બતાવાઇ રહી છે.

પોલિસતંત્રમાં દોડધામ 

એકજ સમુદાયના બન્ને જુથો વચ્ચે ઘાતક હથિયારોથી ધીંગાણાની જાણ થતાં પુર્વ કચ્છ પોલિસવડા પરીક્ષીતા રાઠોડ સહિતનાં અન્ય આલા અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને પરીસ્થિતીને કાબુ કરવા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને ઘાયલોના નિવેદન લેવાની કાર્યવાહી કરી તપાસ નો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. અને નિવેદન ના આધારે ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી તરફ પોલીસતંત્ર આગળ વધી રહ્યું છે. 


કોણ ઘાયલ થયું ? 

એકજ સમુદાયના બન્ને જુથો વચ્ચે થયેલા આ સશસ્ત્ર ધિંગાણામાં બે જુથ નાં સાત જેટલા વ્યક્તિઓને ઈજાઓ થઈ છે. તો બીજીબાજુ બે વ્યક્તીઓના મોત થયા છે.જ્યારે એકની હાલત નાજુક બતાવાઇ રહી છે. 



જેમાં (૧) મામદ મુરદાણી, અને  (૨) દાઉદ ઈસ્માઈલ નામના નવયુવાનો મૃત્યુ પામ્યા છે. અને (૧) મામદ આમદ મથડા (૨) ગની હારુન મમણ (૩) મામદ યાકુબ મુરદાણી (૪) અનવર યાકુબ ને આદીપુર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.  


Total   Story   Views: 


Post a Comment

0 Comments

close