તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

એક્સક્લુઝીવ જામનગર : જામનગરમાં ધોળા દિવસે ફરી ફાયરિંગની ઘટના બનતા ચકચાર

— જાહેરાત (Google AdSense In-Article Top) —

એક્સક્લુઝીવ  જામનગર : જામનગરમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી, નિશા ગોંડલિયાની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ




નિશા ગોંડલીયાને માથાના ભાગે ગોળી વાગી

તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ લઈ જવાયા

ખંભાળિયા પાસે આરાધના ધામ પાસે થયો જીવલેણ હુમલો


જામનગરના કુખ્યાત ભૂ-માફીયા જયેશ પટેલ વિરૃદ્ધ પોતાની હત્યાનો પ્રયાસ કરાવવા અંગે બે મહિના પહેલા પોલીસમાં ફરીયાદ કરનાર નિશા ગુલાબદાસ ગોંડલીયા આજે બપોરે એક મોટરમાં જામનગર થી ખંભાળીયા તરફ જતાં હતાં ત્યારે તેમના પર અન્ય વાહનમાં આવેલા શખ્સો પૈકીના એક શખ્સે રીવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.
મળતી વિગત મુજબ નિશા ગોંડલીયા બે મહિના પહેલાં વાલ્કવેશ્વરી નગરીમાંથી જતાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરીંગ કરવાનો પ્રયાસ કરવાની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી. ભુમાફિયા જયેશ પટેલના ઈશારે ફાયરિંગ થયું હોવાનો આક્ષેપ

બીટકોઈન ફેઈમ નિશા ગોંડલીયા પર થયું ફાયરિંગ


નિશાએ પોતાના બનેવીના મોબાઈલ માંથી કરોડો રૂપિયાના બિટકોઈન જયેશ પટેલે પડાવી લીધાની પણ રાજકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. તે પછી પખવાડીયાએ પૂર્વે નિશાએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી પોતાની જાન પર ખતરો હોવાનું જણાવ્યું હતું. તદ્દ ઉપરાંત નિશાએ સીઆઈડી ક્રાઈમ ને પણ પત્ર પાઠવી પોતાની હત્યા જયેશ પટેલ કરાવી નાખશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. આજે સવારે મોટરમાં ખંભાળીયા તરફ જવા રવાના થયેલા નિશા ગોંડલીયા જ્યારે આરાધના ધામ નજીક પહોંચ્યા ત્યારે તેમના પર ફાયરીંગ કરી આરોપીઓ નાસી છુટયા હતાં. ઈજાગ્રસ્ત યુવતીને ખંભાળીયા દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. અને બનાવના સ્થળે પોલીસ કાફલો ધસી ગયો હતો. અને તપાસનો ધમધમાટ ચાલુ છે

રિપોર્ટ કુલદિપ ભટ્ટ જામનગર
Total   Story   Views: 


સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ