તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

જામનગરમાં અંબર ચોકડી પર ટ્રાફિક વોર્ડન પર હુમલો.આરોપીએ ગાળાગાળી કરી મુકતા લોકોના ટોળા એકઠા થયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —
જામનગરમાં અંબર ચોકડી પર ટ્રાફિક વોર્ડન પર હુમલો.આરોપીએ ગાળાગાળી કરી મુકતા લોકોના ટોળા એકઠા થયા

જામનગરમાં અંબર ચોકડી પાસે ગઈ કાલે સાંજે આશિષ કરશનભાઈ સવાસડીયા જાતે કોળી ઉ.વ.૨૫ ધંધો ટ્રાફીક વોર્ડન રે, હાપા વેલનાથ સોસાયટીમાં જવાન પર હુમલો થતા દોડધામ મચી ગઇ હતી.


મળતી માહિતી અનુસાર ટ્રાફિક વોર્ડન તરીકેની ફરજ પર આશિષ હતા ત્યારે આરોપી વિજય ગઢવીએ ટ્રાફીક સાઈટ બંધ હોવા છતા પોતાનુ મોટરસાઇકલ આગળ લેતા ટ્રાફિક વોર્ડને પાછળ લેવાનુ કહેતા ગાળો કાઢી અને કાઠલો પકડી છાતીમા ઢીકો મારી પેટમા લાત મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરી ગુન્હો દાખલ થયો છે.

જામનગરમાં મારૂતીનગરમાં રહેતા વિજય અજીતભાઈ ગઢવીએ ટ્રાફિકના નિયમો તોડીને ટ્રાફિક બ્રિગેડના જવાન પર હુમલો કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.જો કે આરોપીએ અંબર ચોકડી પર ગાળાગાળી કરતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બાદમાં પોલીસે આરોપી વિજય ગઢવી સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે..

જામનગરમાં સિટી બી પોલીસેમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો લગાવી આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ