તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

રિઝવાન આડતીયા ફાઉન્ડેશન અને આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માળિયા હાટીના ખાતે બ્લડ ડોનેશન તેમજ નેત્ર નિદાન કેમ્પ.

— જાહેરાત (Google AdSense In-Article Top) —

રિઝવાન આડતીયા ફાઉન્ડેશન અને આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માળિયા હાટીના ખાતે બ્લડ ડોનેશન તેમજ નેત્ર નિદાન કેમ્પ.




રિઝવાન આડતીયા ફાઉન્ડેશન તથા આશીર્વાદ ચેરી.ટ્રસ્ટ, રણછોડદાસબાપા આંખ ની હોસ્પિટલ, સરદાર વોલેન્ટીયર બ્લડ બેન્ક ના સયુંકત ઉપક્રમે માળિયા હાટીના ખાતે આંખના નિદાન & સારવાર તથા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માળિયા તેમજ આસપાસ ના ગામો માંથી 240 દર્દીઓ નું ચેકઅપ અને પ્રાથમિક સારવાર તેમજ 44 દર્દીઓને આંખ ના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા તેમજ માળિયા ના ગ્રામજનોએ અને રિઝવાન આડતીયા ફાઉન્ડેશન ના કર્મચારી શ્રી પીયૂષ ભાઈ ઝાલા તેમજ ખ્યાતિ નૈના એ બ્લડ ડોનેટ કરી ને " રક્તદાન એ મહાદાન" ની ઉક્તિ ને ચરિતાર્થ કરી હતી. આ તકે સરપંચ શ્રી નટવરસિંહ સીસોદીયા, હમીરભાઈ સીસોદીયા, પત્રકાર મહેશભાઈ કાનાબાર, ઉપસરપંચ શ્રી ગીરીશભાઈ, ભરતભાઇ ગોસાઈ તેમજ મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્રભાઈ ગાંધી તેમજ રિઝવાન આડતીયા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ - મહેશ કાનાબાર, માળીયા હાટીના 

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ