તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

સ્પોર્ટ્સ : ગુજરાતમાં ફૂટબોલની પ્રતિભા શોધવા ટેક્નોલોજીનો સહારો: ડેટા એનાલિસિસથી બે યુવા ખેલાડીઓની જર્મનીમાં તાલીમ માટે પસંદગી!

— જાહેરાત (Google AdSense In-Article Top) —

The News Times


રોહિત પઢિયાર | ભુજ : ગુજરાતમાં ફૂટબોલની નવી પેઢીને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA) દ્વારા એક નવીન અને ટેક્નોલોજી આધારિત પહેલ હાથ ધરવામાં આવી છે. ફૂટબોલમાં માત્ર મેચ જીતવા કે હારવાના પરિણામને જ ખેલાડીની ક્ષમતાનું માપદંડ માનવાને બદલે હવે તેના મેદાન પરના દરેક પ્રદર્શનનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ અભિગમથી ગુજરાતની બે યુવા ફૂટબોલ પ્રતિભાઓને જર્મનીમાં અદ્યતન તાલીમ મેળવવાની તક મળવા જઈ રહી છે.

ગુજરાત સુપર લીગ (GSL)ની ત્રીજી સિઝન દરમિયાન GSFA દ્વારા જર્મની સ્થિત બૉશ-ઈવૉકો સ્પોર્ટ્સ ઇન્ટેલિજન્સના સહયોગથી આ વિશેષ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો. સપ્ટેમ્બર 2026માં અમદાવાદના એકા એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાયેલી ટુર્નામેન્ટની છ ફ્રેન્ચાઇઝી ટીમોની તમામ 16 મેચોનું આધુનિક વિડિયો એનાલિટિક્સ અને ડેટા ટ્રેકિંગની મદદથી મૂલ્યાંકન કરાયું હતું. આ પ્રક્રિયામાં કુલ 133 ખેલાડીઓના પ્રદર્શનને આવરી લેવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય રમતવિજ્ઞાનીઓ દ્વારા પ્રમાણિત પદ્ધતિથી ખેલાડીઓની શારીરિક ક્ષમતા, ટેક્નિકલ કૌશલ્ય, નિર્ણયશક્તિ, માનસિક મજબૂતી અને મેદાન પરના વર્તનનું બારીકાઈથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને દબાણની સ્થિતિમાં ખેલાડી કેટલો યોગ્ય નિર્ણય લઈ શકે છે, ભૂલ થયા બાદ કેટલી ઝડપથી સ્વસ્થ થઈ ફરી રમત પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સામસામેની ટક્કરમાં કેટલો અસરકારક રહે છે તેવા માપદંડો પર ધ્યાન અપાયું હતું. આ પ્રોજેક્ટમાં 1,719થી વધુ પ્રદર્શન આધારિત અવલોકનો નોંધાયા હતા.

પરંપરાગત સ્કાઉટિંગને બદલે આધુનિક સ્પોર્ટ્સ ઇન્ટેલિજન્સથી ખેલાડીઓનું મૂલ્યાંકન; 133 ખેલાડીઓના પ્રદર્શનનું વિશ્લેષણ કરી છુપાયેલી પ્રતિભાઓને અપાઈ નવી તક

આ વિશ્લેષણમાં એક મહત્ત્વપૂર્ણ બાબત સામે આવી કે ટુર્નામેન્ટ જીતનાર ટીમનો ખેલાડી જ વ્યક્તિગત રીતે સૌથી શ્રેષ્ઠ હોય તે જરૂરી નથી. સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે ટાઇટલ જીત્યું હોવા છતાં વડોદરા વૉરિયર્સનો એકંદર સફળતા દર 66.3 ટકા રહ્યો હતો, જે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના 63.1 ટકાથી વધુ હતો.

The News Times


આ પહેલના પરિણામે ગાંધીનગર જાયન્ટ્સના અરિહંત રાજપુરોહિત અને સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના આશિષ રાણાની જર્મનીમાં અદ્યતન તાલીમ માટે પસંદગી કરવામાં આવી છે. અરિહંતે 82.4 ટકા સફળતા દર અને સામસામેની ટક્કરમાં 87.5 ટકા સફળતા નોંધાવી હતી, જ્યારે આશિષે 70 ટકા સફળતા દર સાથે છમાંથી પાંચ મેચમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.

GSFAના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ પહેલને ગુજરાતના ફૂટબોલ ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર, આધુનિક ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક વિશ્લેષણના માધ્યમથી ગામડાં અને શહેરોમાં રહેલી પ્રતિભાઓને ઓળખીને તેમને આંતરરાષ્ટ્રીય તક આપવાનો માર્ગ વધુ મજબૂત બનશે. ગુજરાતના ફૂટબોલને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાની દિશામાં આ પહેલ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ