તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

દિલ્હી : શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 48મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો, વૈશ્વિક શાંતિ માટે મહાપૂજાનું આયોજન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

Swaminarayan Temple Delhi


રોહિત પઢિયાર | દિલ્હી : ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિરનો 48મો પાટોત્સવ ધાર્મિક શ્રદ્ધા, ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા આ પાવન પ્રસંગે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો, ભક્તિસંગીત, ગ્રંથપારાયણ અને વૈશ્વિક શાંતિ માટે વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.

પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં આરતી, પૂજન અને ભવ્ય અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિને સમર્પિત ભક્તિસંગીતના કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ તથા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતો અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાતોની પારાયણ દ્વારા હરિભક્તોને આધ્યાત્મિક જ્ઞાન અને જીવનમૂલ્યોનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિશ્વમાં શાંતિ, સદભાવના અને સુખાકારીની ભાવના પ્રબળ બને તે હેતુથી મહાપૂજાનું પણ આયોજન કરાયું હતું.

આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીનો સંદેશ: સત્સંગથી વિવેક અને વિવેકથી જીવનમાં શાંતિનો થાય છે સંચાર

આ પ્રસંગે આશીર્વચન આપતાં આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીએ માનવીના જીવનમાં સત્સંગ, વિવેક અને શાંતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મનુષ્યમાં અવગુણો જોવાની વૃત્તિ માન્યતાઓને કારણે ઊભી થાય છે, જ્યારે સત્સંગના માધ્યમથી વિવેકનો વિકાસ થાય છે. વિવેક એ મનુષ્યના વ્યક્તિત્વની શોભા છે અને વિવેકશીલ વ્યક્તિ શાંતિપ્રિય બને છે. જીવનમાં સદાચાર અને સદ્વિચાર જાળવવા માટે સત્સંગનું વિશેષ મહત્ત્વ છે.

સ્વામીશ્રીએ વધુમાં સમજાવ્યું હતું કે, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પોતાના અનુભવની વાણી દ્વારા મનુષ્યને શિક્ષાપત્રીમાં દર્શાવેલી આચારસંહિતા અનુસાર જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે. વ્યક્તિના જીવનમાં સત્સંગ, શાંતિ અને વિવેકનો સમન્વય થાય તો સમાજમાં પણ સદભાવના અને સુમેળનું વાતાવરણ નિર્માણ થઈ શકે છે.

આ ધાર્મિક મહોત્સવમાં મહંત સદગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, મહંત શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, મહંત શ્રી દિવ્ય વિભૂષણદાસજી સ્વામી, મહંત શ્રી સચ્ચિદાનંદદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી શરણાગતવત્સલદાસજી સ્વામી સહિત સંતવૃંદની ઉપસ્થિતિ રહી હતી. 48મા પાટોત્સવની ઉજવણી ભક્તિ, આધ્યાત્મિક ચિંતન અને વિશ્વશાંતિના સંદેશ સાથે સંપન્ન થઈ હતી.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ