તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

વેપાર : અનંત અંબાણીની સ્પીચે સૌને કર્યા ભાવુક! પિતા મુકેશ અંબાણીની આંખો થઈ ભીની

— જાહેરાત (Google AdSense In-Article Top) —

Reliance Jio The News Times


રોહિત પઢિયાર | ભુજ : જિયો પ્લેટફોર્મ્સના શેરબજાર લિસ્ટિંગ સમારોહમાં અંબાણી પરિવાર માટે ગૌરવની સાથે લાગણીઓથી ભરેલી ક્ષણો પણ જોવા મળી હતી. અનંત અંબાણીના ભાવુક સંબોધને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પોતાના પિતા મુકેશ અંબાણીના વિઝન, બહેન ઈશા અંબાણી અને ભાઈ આકાશ અંબાણીના યોગદાનની વાત કરતાં અનંતે જિયોની સફળતાને માત્ર એક વ્યાવસાયિક સિદ્ધિ નહીં, પરંતુ દેશવાસીઓના વિશ્વાસનું પરિણામ ગણાવ્યું હતું. તેમના શબ્દો સાંભળતી વખતે મુકેશ અંબાણી પણ ભાવુક થતા જોવા મળ્યા હતા.

રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જિયોની ઐતિહાસિક સિદ્ધિને ભારતના ડિજિટલ પ્રવાસનું મહત્ત્વપૂર્ણ પ્રકરણ ગણાવ્યું.

Reliance Jio The News Times


અનંત અંબાણીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે તેમના માટે આજના દિવસનો સૌથી મહત્ત્વનો શબ્દ ‘કૃતજ્ઞતા’ છે. તેમણે વ્યવસાયને પૂજા સાથે સરખાવતાં કહ્યું કે શેરબજારમાં વાગનારી ઘંટડી તેમના માટે મંદિરની ઘંટડી સમાન હશે. તેમના મતે, દરેક પૂજાનો અંત પ્રસાદથી થાય છે અને જિયોને દેશના લોકો સાથે વહેંચવું એ પ્રસાદ વહેંચવા જેવું પવિત્ર કાર્ય છે. તેમણે જિયો પર વિશ્વાસ મૂકનારા કરોડો ગ્રાહકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

વિડિઓ અહેવાલ 



પિતાના યોગદાનનો ઉલ્લેખ કરતાં અનંતે જામનગરની ઉજ્જડ જમીન પર વિશ્વસ્તરીય રિફાઇનરી ઊભી કરવાના પ્રયાસોને ભારતની ક્ષમતાના ઉદાહરણ તરીકે રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે ભારત કંઈક બનાવે છે, ત્યારે આખી દુનિયા તેની નોંધ લે છે. ત્યારબાદ દેશના દરેક હાથ સુધી ઇન્ટરનેટ પહોંચાડવાના સપનામાંથી જિયોનો જન્મ થયો અને ડિજિટલ ભારતની સફરને નવી દિશા મળી.

Reliance Jio The News Times


જિયોની શરૂઆત અને વિકાસમાં પરિવારના સભ્યોની ભૂમિકાને યાદ કરતાં અનંતે કહ્યું કે ઈશા દીદીએ સપનાનું બીજ વાવ્યું અને આકાશ ભાઈએ તેને પોતાના સપના તરીકે અપનાવ્યું. દેશવાસીઓના આશીર્વાદ અને સહકારથી આ વિચાર વિશાળ સ્વરૂપ ધારણ કરી શક્યો છે. તેમણે માતાના આશીર્વાદ ‘જીઓ મેરે લાલ’ અને દાદીના ‘જુગ જુગ જીઓ’ જેવા શબ્દો યાદ કરીને પરિવાર સાથે જોડાયેલી લાગણીઓ પણ વ્યક્ત કરી હતી.

Reliance Jio The News Times


અનંતે અંતમાં આકાશ અને ઈશા સાથે મળીને દેશના લોકોનાં સપનાઓ સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંબોધને જિયોની વ્યાવસાયિક સફર સાથે પરિવારની એકતા, કૃતજ્ઞતા અને ભવિષ્ય પ્રત્યેની જવાબદારીને પણ ઉજાગર કરી હતી.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ