વસીમ મેમણ | તિલકવાડા : વિકસિત ભારત-જન સેવા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા ના તિલકવાડા આંગણવાડી કેન્દ્ર 4 ખાતે ‘આંગણ ઉત્સવ’ જિલ્લા ભાજપ ના પ્રમુખ શબ્દ શરણભાઈ તડવીની અધ્યક્ષતામાં યોજાયો
કાર્યક્રમના પ્રારંભે તિલકવાડા આંગણવાડી કેન્દ્ર તિલકવાડા 4 ના દક્ષાબેન મકવાણા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ‘આંગણ ઉત્સવ’ના આયોજન અને હેતુ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ વેળાએ તિલકવાડા આંગણવાડી કેન્દ્ર 4 ના લાભાર્થીઓ દ્વારા આંગણવાડી કેન્દ્ર મારફતે મળતી સેવાઓ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ શબ્દ શરણ તડવીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર છેવાડાના બાળકોના પોષણ અને આરોગ્યની સતત ચિંતા કરી રહી છે. બાળકોને નિયમિતપણે પોષણયુક્ત અને સંતુલિત આહાર મળે તે માટે આંગણવાડી કેન્દ્રો મારફતે વિવિધ પોષણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે તેઓ સ્વચ્છ, સ્વસ્થ અને સુપોષિત રહેશે તો શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.
તંદુરસ્ત બાળક સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ તથા આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કરનું સન્માન કરાયું
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ટેક હોમ રાશન, બાળકોને ફળ અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું. અને આંગણવાડી ના તંદુરસ્ત બાળક સ્પર્ધાના વિજેતા બાળકોને પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યા. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ના શુભેચ્છા સંદેશપત્રો પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા.


0 ટિપ્પણીઓ: