રોયલ ફાઉન્ડેશનના તિરંગા વંદનમાં ગુંજ્યો રાષ્ટ્રપ્રેમનો જયઘોષ
ભુજ શહેરના વાણીયાવાડ વિસ્તારમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિના ઉમંગ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે કરવામાં આવી હતી. સામાજિક ક્ષેત્રે સતત સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના અને દેશદાઝ જગાવવાનું કાર્ય કરતી રોયલ ફાઉન્ડેશન દ્વારા આન, બાન અને શાન સાથે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો....
મહિલા સશક્તિકરણ સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી રોયલ ફાઉન્ડેશનના આ કાર્યક્રમમાં ઈ.ક.વી.ના એસએમસી અધ્યક્ષા ગીતાબેન ભાનુશાળીની અધ્યક્ષતામાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. શ્યામ કુમાર દ્વારા રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી હતી. તિરંગો લહેરાતાની સાથે જ ઉપસ્થિતોમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને સમગ્ર વિસ્તાર રાષ્ટ્રપ્રેમની લાગણીથી ગુંજી ઉઠ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન રોયલ ફાઉન્ડેશનમાં ‘ફાઉન્ડર ચાચા’ તરીકે જાણીતા અનવર નોડેએ પ્રાસંગિક સંબોધન કરી સ્વાતંત્ર્ય દિવસના મહત્વ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અંગે ઉપસ્થિતોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. વાણીયાવાડ વિસ્તારમાં સ્ટેશનરીની દુકાન ચલાવતા અનવર નોડેએ કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને રાષ્ટ્રીય ધ્વજનું નિઃશુલ્ક વિતરણ કરી બાળમનમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે બાળકો તેમજ મહેમાનો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય દિવસના આ પાવન અવસરે વાણીયાવાડ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ભરતભાઈ મહેતા, હિમાંશુભાઈ ઠક્કર, નીતિનભાઈ ઠક્કર, જયસુખભાઈ શાહ, દિવ્ય શેઠ, તૌફીક સુમરા, ભાવિક ઠક્કર, મહેન્દ્રભાઈ બાયડ, કિશન બાયડ, ઝાહિર તુર્ક, સાયરાબેન કુરેશી અને દીપક મકવાણા સહિત આસપાસના શાકભાજીના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અકીલ નોડે અને સંદીપ બોરાએ આયોજન તથા વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. રોયલ ફાઉન્ડેશનના આ આયોજનથી વાણીયાવાડ વિસ્તારમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો.
______________________________
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

0 Comments