તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

જી-૨૦ સમિટ અનુસંધાને ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમે લીધી કચ્છની મુલાકાત.

— જાહેરાત (Google AdSense In-Article Top) —

જી-૨૦ સમિટ અનુસંધાને ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમે કચ્છની મુલાકાત લઇને તૈયારીની સમીક્ષા કરી






ભુજ સ્મૃતિવન અને ધોળાવીરાની મુલાકાત લીધી : ધોરડો ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને વ્યવસ્થા મુદે ચર્ચા કરી



જી -૨૦ ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજે ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની એક ટીમ કચ્છની મુલાકાત લઇને જી-૨૦ સમિટને લઇને થતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

જી-૨૦ સમિટના અનુસંધાને મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના સેક્રેટરીશ્રી, અરવિંદસીંઘ, મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના ડાયરેકટર આર.ડી.વેંકેટશન, ડાયરેકટર જસવિંદર સીંધ, ડાયરેકટર રાધા કટયાલ નારંગ, જી-૨૦ સચિવાલયના ડેપ્યુટી સેક્રેટરી રાજીવ જૈન, ઓએસડી લેફ્ટનન્ટ કર્નલ ડબલ્યુ. ડી. સીંઘ આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પ્રથમ ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળ્યા હતા. જી-૨૦ પરિષદમાં ભાગ લેનાર દેશોના સભ્યો અહીંની મુલાકાત લેનાર હોવાથી પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરી હતી તેમજ વહીવટીતંત્ર સાથે આ મુદે ચર્ચા કરીને જરૂરી સુચના આપી હતી.

સાથે સાથે આ પણ વાંચો:‌- કચ્છનો જીલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ અહીં ઉજવાશે.


આ બાદ કેન્દ્રીય ટીમે વિશ્વ વિરાસત ધોળાવીરાની મુલાકાત લઇને અહીંની વ્યવસ્થા તથા અન્ય સંબંધિત મામલે કલેકટરશ્રી દિલીપ રાણા સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત ધોરડો ખાતે વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને જી-૨૦ પરિષદની સમગ્ર તૈયારી મામલે બેઠક યોજીને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. ખુટતી કડીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

આજની આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : રોહિત પઢીયાર, ધ ન્યુઝ ટાઇમ્સ, ભુજ

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ