તંત્રી ના લેખ (ધ ન્યુઝ ટાઇમ્સ) ૦૦૧ ૨૦/૦૪/૨૦૨૦

Live Viewer's is = People


ધ ન્યુઝ ટાઇમ્સ ના દર્શક મિત્રોને નમસ્કાર.
ધ ન્યુઝ ટાઇમ્સ ચેનલ સાથે એક રમત ચાલુ છે. દરેક વીડિયો સમાચારને ડીસ્લાઈક કરવાની.આવા નવરા લોકોને ધ ન્યુઝ ટાઇમ્સ ચેનલ ની બહોળી પ્રસઘ્ધિ પચતી નથી. તેઓ ને થોડા ઝાડા થઈ ગયા લાગે છે. છેલ્લા ચાર થી પાંચ મહિના થી એવું થાય છે કે સમાચાર પ્રસારિત થાય એટલે એક વ્યક્તિ સીધું ડીસ્લાઈક બટન દબાવી આનંદ લે છે. ટુંકમાં આ ભાઈ ને એક પણ સમાચાર સાથે કોઈ લેવાદેવા નથી. બસ ચેનલ ની પ્રગતિ પસંદ નથી. અને માત્ર ટાઇમપાસ કરવા માટે વોચ રાખીને જ બેઠા હોય છે કે ક્યારે પ્રસારણ થાય અને ક્યારે ડીસ્લાઈક બટન દબાવું. હવે આ ભાઈને એ ખબર નથી કે તમે કઈ જગ્યાએ ડીસ્લાઈક કર્યો છે. મેં કોમ્પ્યુટર માં સંશોધન કરી ને એ ભાઈ ને શોધી કાઢ્યા છે. અને મારા સમાચાર ના ડીસ્લાઈક થાય એટલે મને ખબર પડી જાય છે. હવે હું તેની મજા લઉં છું. કેમ કે એ ભાઈ આમ જોવો તો મારી નોકરી કરે છે, સમાચાર પ્રસારણ થાય તેની રાહ જોવે, વારંવાર વોટ્સેપ ચેક કરે, લિંક ઓપન કરે, પછી ડીસ્લાઈક કરે અને પાછા નવા સમાચાર પ્રસારણ ની રાહ જોવે.આ બધું કરવા માટે પાછું ઇન્ટરનેટ નો રિચાર્જ પણ કરાવે.વાહ ધન્યવાદ છે ભાઈ તમારી આ વગર પગાર ની નોકરીને. અને હા એક હિન્ટ આપી દઉં ભાઈ જ્યારે ફસાય ને મુંઝાય ત્યારે પાછા આપણી ટીમ નો સંપર્ક કરે. ને કહે ભાઈ અહીંયા ફસાયા. ને તેનો રસ્તો કાઢવા અને ભલામણ કરવા પાછા આપણી ટીમ જ કામ આવે. તેનું કામ પતિ જાય એટલે પાછું ડીસ્લાઈક વાળો ચક્કર ચાલુ. આપણે મદદ કરી આપના સંસ્કાર ભૂલતા નથી. અને આવા લોકો જ્યાં ખાય ત્યાં જ ખોદે અને પોતાની જાત બતાવે. પાછું ટેકનોલોજીના સમયમાં એમને એમ છે કે કંઈ ખબર નહિ પડે.પણ એમને ખબર નથી કે અહીંયા તેમના પપ્પા ટેકનોલજીના ઉપયોગ થી બધી જાણકારી મેળવી લે છે. દરેક સમાચારને નાપસંદ એટલે કે ડીસ્લાઈક કરવાવાળા ભાઈ માટે એક પ્રાર્થના કે, ઉપરવાળો હજુ ડીસ્લાઈક કરવા માટે તમને સમય આપે. અને અમારી સમાચાર ચેનલ ની પ્રગતિ થાય તે સમયે તમને અમુક જગ્યાએ થતી બળતરાને વધારે, અને તમને તમારી જાત દેખાડવાનો વધુ મોકો મળે. બાકી જણાવી દઉં કે ડીસ્લાઈક કરવાથી ચેનલને કોઈ ફરક પાડવાનો નથી. હા તમારી હલ્કી ઓકાત જરૂર દેખાશે. અમારી પાસે બધી માહિતી ઓનલાઈન આવી જ જાય છે.

Post a Comment

0 Comments

close